Gujarat Police Bharti 2025 Notification Out – 13,591 Vacancies, Eligibility, Dates & Online Application
મંગળવાર, 9 ડિસેમ્બર, 2025
Edit
ગુજરાત પોલીસ ભરતી 2025 માટે અધિકૃત જાહેરાત બહાર પડેલી છે, જેમાં કુલ 13591 જગ્યાઓ માટે PSI, ASI, લોકરક્ષક કૉન્સ્ટેબલ તેમજ જેલ સિપોય જેવી વિવિધ પોસ્ટનો સમાવેશ થાય છે. જાહેરાત નંબર GPRB/202526/1 અંતર્ગત આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 03 ડિસેમ્બર 2025 બપોરે 14:00 થી શરૂ થશે અને 23 ડિસેમ્બર 2025 રાત્રે 23:59 સુધી ચાલુ રહેશે. ઉમેદવારો માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની વિગતવાર માહિતી અધિકૃત વેબસાઇટ ojas.gujarat.gov.in અથવા gprb.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલ તમામ માર્ગદર્શિકા અને પાત્રતા માપદંડો ધ્યાનપૂર્વક વાંચી લે. ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, શારીરિક Efficiency Test (PET), શારીરિક Standard Test (PST) અને દસ્તાવેજ ચકાસણી જેવા તબક્કાઓનો સમાવેશ થશે. ગુજરાત પોલીસમાં સેવા આપવાનું ઇચ્છુક યુવાનો માટે આ એક ઉત્તમ તક છે, જ્યાં સરકારી નોકરી સાથે સુરક્ષિત કારકિર્દી અને માન-સન્માન મળે છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે ફોટો, સહી અને જરૂરી દસ્તાવેજો યોગ્ય ફોર્મેટમાં અપલોડ કરવા જરૂરી રહેશે. વધુ અપડેટ્સ માટે ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટની નિયમિત મુલાકાત લેવી અનિવાર્ય છે. અગત્યની વધુ માહિતી નીચે આપેલી છે..
Gujarat Police recruitment 2025 : Overview (ગુજરાત પોલીસ ભરતી 2025 : ટુંકી માહિતી)
સંસ્થાનું નામ :- ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)
ખાલી પદો :- PSI, ASI, લોકરક્ષક કોન્સ્ટેબલ, જેલ સિપાહી
ખાલી જગ્યાઓ :- 13591
નોકરીનું સ્થળ :- ગુજરાત
પગાર ધોરણ :- 26,000₹
અરજી કરવાની છેલ્લી તારીખ :- 23/12/2025
અરજી કરવાની રીત :- ઓનલાઈન
સત્તાવાર/અધિકૃત વેબસાઈટ :- ojas.gujarat.gov.in & gprb.gujrat.gov.in
Gujarat Police recruitment 2025 : Education Qualification (ગુજરાત પોલીસ ભરતી 2025 : શૈક્ષણિક લાયકાત)
1) PSI નાં ઉમેદવારો માટે..
➠ ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.
2) લોકરક્ષક ઉમેદવારો માટે..
➠ ૧૨મું પાસ (ઉચ્ચતર માધ્યમિક) અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે.
Gujarat Police recruitment 2025 : Vacancy Details (ગુજરાત પોલીસ ભરતી 2025 : ખાલી જગ્યાઓની વિગતો)
1) PSI (Police Sub Inspector)
➠ નિ:શસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર - 659
➠ સશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર - 129
➠ જેલર - 70
કુલ PSI ખાલી જગ્યાઓ - 858
2) લોકરક્ષક (કોન્સ્ટેબલ / જેલર સિપાહી)
➠ નિ:શસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ - 6942
➠ સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ - 2458
➠ સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ (SRPF) - 3002
➠ જેલર સિપાહી (પુરુષ) - 300
➠ જેલર સિપાહી (મહિલા) - 31
કુલ લોકરક્ષક ખાલી જગ્યાઓ - 12633
Gujarat Police recruitment 2025 : Age Limit (ગુજરાત પોલીસ ભરતી 2025 : વય મર્યાદા)
ઓછામાં ઓછી ઉમ્ર - 21 વર્ષ
વધુમાં વધુ ઉમ્ર - 35 વર્ષ
Physical Standards For Gujarat Police Recruitment 2025 (ગુજરાત પોલીસ ભરતી 2025 માટે શારીરિક ધોરણો)
1) પુરુષ ઉમેદવારો માટે..
➠ ઉંચાઇ (Hight) :- 165cm
➠ છાતી (Chest) :- 79 - 84cn
➠ દોડ (Running) :- 5000 મીટરની દોડ આપેલ સમય મર્યાદામા
2) મહિલા ઉમેદવારો માટે..
➠ ઉંચાઇ (Hight) :- 155cm
➠ દોડ (Running) :- 1600 મીટર દોડ આપેલ સમય મર્યાદામાં
Gujarat Police recruitment 2025 : Application fees (ગુજરાત પોલીસ ભરતી 2025 : અરજી ફી)
➠ જનરલ (સામાન્ય) - 100₹ + ચાર્જ
➠ ST/SC/OBC/EWS/મહિલા - શૂન્ય (કોઈ ફી નથી)
Gujarat Police recruitment 2025 : Selection Process ( ગુજરાત પોલીસ ભરતી 2025 : પસંદગી પ્રક્રિયા)
➠ શારીરિક ધોરણ કસોટી (PST)
➠ શારીરિક કાર્યશ્રમતા કસોટી (PET)
➠ લેખીત પરીક્ષા (OMR/MCQ આધારિત)
➠ તબીબી કસોટી (Medical Test)
➠ દસ્તાવેજોની ચકાસણી
➠ મેરિટ યાદી અને અંતિમ નિમણુંક
How to Apply Gujarat Police recruitment 2025 (ગુજરાત પોલીસ ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી?)
➠ સત્તાવાર વેબસાઇટ - https://ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
➠ હોમપેજ પર "recruitment/career" વિભાગ પર જાઓ.
➠ નામ, સંપર્ક નંબર અને શૈક્ષણિક લાયકાત જેવી તમારી વિગતો ભરો.
➠ જરૂરી દસ્તાવેજો - ફોટો, સહી અને પ્રમાણપત્રો અપલોડ કરો.
➠ ઓનલાઈન ચુકવણી વિકલ્પો દ્વારા અરજી ફી ચૂકવો.
➠ ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પુષ્ટિકરણ પેજ ડાઉનલોડ કરો.
Gujarat Police recruitment 2025 : Important Dates (ગુજરાત પોલીસ ભરતી 2025 : અગ્તયની તારીખો)
અરજી ફોર્મ ભરાવવાનાં શરૂ :- 03/12/2025
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 23/12/2025
Important Links (અગત્યની લિંક)
નોંધ: આ લેખમાં આપેલી બધી વિગતો અમે વિવિધ મિડીયા અને સોશિયલ મીડિયા દ્વારા મેળવી છે, અમારો ઉદ્દેશ્ય તમને નવીનતમ માહિતી પૂરી પાડવાનો છે. માહિતીનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેની ચકાસણી કરો.
