ભારતીય રેલ્વેમાં ૪૧૧૬ જગ્યાઓ પર ભરતી | Indian Railway RRC Northern Railway Act recruitment 2025 : Apply for 4,116 Posts @ rrcnr.org, Registration, Age Limit & Qualification Details
શુક્રવાર, 21 નવેમ્બર, 2025
Edit
ભારતીય રેલ્વે ભરતી સેલ (RRC) નોર્થર્ન રેલ્વે (NR) - નવી દિલ્લી દ્વારા રેલ્વેમાં ખાલી પડેલ ૪૧૧૬ ખાલી જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જાહેરાત ક્રમાંક નંબર : RRC/NR/05/2025/Act Apprentice, અલગ-અલગ જગ્યાઓ પર એપ્રેન્ટીસની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહી આ ભરતીમાં તમારા ધોરણ, ૧૦, ૧૨ તેમજ ITI નાં માર્ક પ્રમાણે મેરિટ બહાર પાડવામાં આવશે.
આ ભરતીમાં કોઈ લખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નથી, ઉમેદવારોની પસંદગી માત્ર તેમના શૈક્ષણિક ગુણદોષ અને ITI ટ્રેડ પર આધારિત મેરિટથી થશે. એટલે કે, જે વિદ્યાર્થી પોતાની અભ્યાસ અને તાલીમ દરમ્યાન સારા ગુણ મેળવ્યા છે, તેમને અહીં સારી તક મળી શકે છે.
આ સૂચનામાં વિવિધ ટ્રેડ મુજબ ૪૧૧૬ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે અને દરેક સ્થળે જુદાં વર્કશોપ, વિભાગ અને ડિવિઝનમાં તાલીમ આપવામાં આવશે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે, અને ઉમેદવારોએ નક્કી કરેલી સમયસીમા દરમ્યાન જરૂરી દસ્તાવેજો સાથે અરજી પૂર્ણ કરવાની રહેશે. અરજી ફોર્મ ભરવાની શરૂઆત તારીખ ૨૫/૧૧/૨૦૨૫ થી અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૪/૧૨/૨૦૨૫ છે. ભરતી વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર માળખું, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રકિયા જેવી માહિતી વિગતવાર વાંચવા માટે સત્તાવાર જાહેરાત (Notification) વાંચો જેની લિંક નીચે આપેલી છે.
રેલ્વે ભરતીની ટુંકમાં માહિતી :-
સંસ્થાનું નામ - રેલ્વે ભરતી સેલ (RRC) નોર્થર્ન રેલ્વે (NR)
પોસ્ટનું નામ - એપ્રેન્ટીસ
કુલ ખાલી જગ્યાઓ - ૪૧૧૬
કાર્યની જગ્યા - આખા ભારતમાં
પગાર ધોરણ - ૭૦૦૦₹ થી ૧૦,૦૦૦₹
અરજી કરવાની શરૂઆત - તા:૨૫:૧૧:૨૦૨૫
અરજી કરવાની છેલ્લી તારીખ - તા:૨૪:૧૨:૨૦૨૫
અરજી કરવાની રીત - ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ - www.rrcnr.org
⇨ ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે ૧૦મું ધોરણ (મેટ્રિક) ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
⇨ માન્ય NVVT/SCVT સંસ્થામાંથી સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ.
⇨ શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ અને વિગતવાર માહિતી માટે (Notification) વાચો..
વ્ય મર્યાદા :-
સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા અનુસાર આ ભરતીમાં અરજી કરવામા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉમ્ર ૧૫ વર્ષ અને વધુમાં વધુ ઉમ્ર ૨૫ વર્ષ હોવી જોઈએ. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત (Notification) વાંચો.
અરજી ફી :-
⇨ GEN/OBC/EWS - ૧૦૦ રૂપિયા
⇨ SC/ST/EBS - શૂન્ય
⇨ મહિલાઓ/TRASGENDER - શૂન્ય
અરજી ફી ની ચુકવણી ક્રિકેટકાર્ડ, ડેબિટકાર્ડ, UPI, નેટબેંકિગ કે કોઈ પણ ઓનલાઈન મોડ દ્વારા કરવાની રહેશે.
RRC NR એપ્રેન્ટિસ ભરતી 2025 માટેની પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે..⇨ શોર્ટલિસ્ટિંગ (યોગ્ય પંસદગી)
⇨ દસ્તાવેજ ચકકસણી
⇨ તબીબી તપાસ
⇨ અંતિમ પસંદગી
RRC NR એપ્રેન્ટીસ ભરતી 2025 માં અરજી કેવી રીતે કરવી?
⇨ સત્તાવાર વેબસાઇટ "www.rrcnr.org" ની મુલાકાત લો
⇨ હોમપેજ પર “Recruitment/Career” વિભાગ પર જાઓ.
⇨ “rrcnr.org Apprentice Recruitment 2025 Apply Online” લિંક પર ક્લિક કરો.
⇨ નામ, સંપર્ક નંબર અને શૈક્ષણિક લાયકાત જેવી તમારી વિગતો ભરો.
⇨જરૂરી દસ્તાવેજો - ફોટો, સહી અને પ્રમાણપત્રો અપલોડ કરો.
⇨ ઓનલાઇન ચુકવણી વિકલ્પો દ્વારા અરજી ફી ચૂકવો.
⇨ ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરી લો.
અગ્તયની તારીખો :-
અરજી ફોર્મ ભરવાનાં શરૂ - તારીખ:૨૫-૧૧-૨૦૨૫
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - તારીખ:૨૪-૧૨-૨૦૨૫
અગત્યની લિંક :-
નોટિફિકેશન (અહિંયા ક્લિક કરો/Click Here)
સત્તાવાર વેબસાઇટ (અહિંયા ક્લિક કરો/Click Here)
નોંધ: આ લેખમાં આપેલી બધી વિગતો અમે વિવિધ મિડીયા અને સોશિયલ મીડિયા દ્વારા મેળવી છે, અમારો ઉદ્દેશ્ય તમને નવીનતમ માહિતી પૂરી પાડવાનો છે. માહિતીનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેની ચકાસણી કરો.
