Kuvarbai Nu Mameru Yojana 2026: Eligibility, Benefits, Documents, Online Apply Process
સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026
Edit
કુવરબાઈનું મામેરૂ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ સામાજિક કલ્યાણ યોજના છે. આ યોજનાં ગુજરાત રાજ્ય સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારની દિકરીઓનાં લગ્ન સમયે નાણાકીય સહાય પુરી પાડવાનો છે, જેથી દીકરીનાં માતા-પિતા પરનો આર્થિક બોજ ઓછો થાય.
WhatsApp Group
Join Now
Telegram Group
Join Now
કુવરબાઈનું મામેરૂ યોજનાનું નામ ગુજરાતની પ્રસિદ્ધ ભક્ત કથા કુવરબાઈ નું મામેરું પરથી રાખવામાં આવ્યું છે, જેમાં ભગવાને ગરીબ ભક્ત કુવરબાઈને તેમની ભત્રીજીના લગ્ન માટે મદદ કરી હતી. એ જ ભાવનાથી પ્રેરાઈ ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજનાં અંતર્ગત લગ્ન કરનાર દિકરીને ₹12,000 ની સહાય સરકાર દ્વારા દિકરીનાં બેંક ખાતામાં ચુકવવામાં આવે છે. આ સહાય પહેલા ₹10,000 હતી ત્યારબાદ તા-01/04/2021 બાદ આ સહાયની રકમ વધારીને ₹12,000 કરવામાં આવી. આ યોજનાનો લાભ મુખ્યત્વે અનુસુચિત જાતિ(ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC/OBC) અને આર્થિક રીતે નબળા વર્ગ(EWS) ને મળે છે.
જો આપ અથવા આપનાં સગા-સંબધીઓ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તો આ યોજનાની સંપૂર્ણ માહિતી, જરૂરી દસ્તાવેજો, આ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી અને અરજી કરવા માટેની ડાયરેક્ટર લિંક નીચે આપેલી છે.
કુંવરબાઈનું મામેરૂ યોજના 2026 માટેની પાત્રતા (Kuvarbai Nu Mameru Yojana Eligibility Criteria)
કુંવરબાઈનું મામેરૂ યોજનાનાં ફોર્મ ભરવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ(Social Justice & Empowerment Department) દ્વારા અમુક ચોક્કસ પાત્રતા નક્કી કરવામાં આવેલી છે, જે નીચે મુજબ છે.
➮ લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
➮ અરજદાર આર્થિક રીતે નબળા પરિવારનો હોવો જોઈએ.
➮ એક પરિવારમાં 2 પુખ્તવ્યની દિકરીનાં લગ્ન માટે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ મળશે.
➮ પુનલગ્ન (બીજી વખત લગ્ન) થવાનાં કિસ્સામાં આ યોજનાનો લાભ મળી શકશે નહી.
➮ લગ્ન સમયે છોકરીની વય મર્યાદા 18 વર્ષ અને છોકરાની વય મર્યાદા 21 હોવી જોઈએ.
➮ આ યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક આવક ₹6,00,000 થી ઓછી હોવી જોઈએ.
➮ સાત ફેરા સમૂહલગ્ન આયોજીત કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર રહેશે.
➮ સમાજનાં ત્થા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
કુંવરબાઈનું મામેરૂ યોજના 2026 : મળવાપાત્ર લાભ (Kuvarbai Nu Mameru Yojana Benefits)
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનાં આર્થિક રીતે નબળા પરિવારની દિકરી લગ્ન કરે ત્યારે તેને લાભ પેટે અમુક રકમ ચુકવવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થી દિકરીનાં બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) પદ્ધતિ મારફતે અગાઉ ₹10,000/- (દશ હજાર રૂપિયા) ચુકવવામાં આવતા, જે સહાયની રકમમાં હાલ વધારો કરવામાં આવ્યો છે.
• જે દિકરીઓએ તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તેવી દિકરીને કુંવરબાઈનું મામેરૂ યોજના અંતર્ગત ₹12,000/- (બાર હજાર રૂપિયા) સહાય મળશે.
• જે દિકરીએ તા-01/04/2021 પહેલા લગ્ન કર્યા હોય તેવી દિકરીને જુના ઠરાવ અનુસાર ₹10,000/- (દશ હજાર રૂપિયા) સહાય મળવા પાત્ર રહેશે.
કુંવરબાઈનું મામેરૂ યોજનાનો હેતુ અને ઉદ્દેશ્ય
➮ Financial Support: ગરીબ પરિવારોને દીકરીના લગ્ન સમયે આર્થિક મદદ પૂરી પાડવી.
➮ Women Empowerment: દીકરીઓને આત્મનિર્ભર બનાવવી અને સામાજિક સુરક્ષા આપવી.
➮ Encourage Marriage Registration: આ યોજનાનો લાભ લેવા માટે મેરેજ સર્ટિફિકેટ ફરજિયાત હોવાથી લગ્ન નોંધણીને વેગ મળે છે.
➮ Equality: સમાજના પછાત અને નબળા વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવા.
કુંવરબાઈનું મામેરૂ યોજના 2026 : આવક મર્યાદા (Kuvarbai Nu Mameru Yojana : Income Limit)
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરૂ યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છો. હવે આવક મર્યાદાનું ધોરણ ₹6,00,000/- (છ લાખ રૂપિયા) નક્કી કરેલી છે.
કુંવરબાઈનું મામેરૂ યોજના 2026 : આવશ્યક ડોક્યુમેન્ટ (Kuvarbai Nu Mameru Yojana Required Documents)
કુંવરબાઈનું મામેરૂ યોજનાનો ફોર્મ ભરતી વખતે નીચે આપેલા અસલ દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે..
(01) આધારકાર્ડ (કન્યા અને પિતા/વાલીનું)
(02) રાશનકાર્ડ (પરમીટ)
(03) કન્યાનો જાતિનો દાખલો
(04) પિતાનો આવકનો દાખલો
(05) જન્મનો દાખલો અથવા સ્કુલ છોડ્યાનું પ્રમાણપત્ર (વર, કન્યા બન્નેનું)
(06) લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
(07) બેંકની પાસબુક (કન્યાનું)
(08) પાસપોર્ટ સાઇઝ ફોટો (કન્યાનો)
(09) સ્વ-ઘોષણા પત્ર (Self Declaration)
(10) બાંહેધરી પત્રક (Undertaking કન્યાનાં પિતાનું)
(11) કન્યાનાં પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
કુંવરબાઈનું મામેરૂ યોજના 2026 ફોર્મ PDF (Kuvarbai Nu Mameru Yojana FORM PDF)
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરૂ યોજના ફોર્મ PDF બનાવેલ છે. આ અરજીપત્રક જ્ઞાતિ મુજબ એપ્લિકેશન ફોર્મ બહાર પાડવામાં આવેલ છે. નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા Kuvarbai Nu Mameru Yojana For SEBC તથા અન્ય પછાત વર્ગ માટે અરજી ફોર્મ બહાર પાડેલ છે ત્થા નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા SC જ્ઞાતિઓની કન્યાઓ માટે અરજી પત્રક બહાર પાડેલ છે. બન્ને અરજી ફોર્મ PDF ની ડાઉનલોડ લિંક નીચે આપેલી છે..
Kuvarbai Nu Mameru Yojana Form PDF (OBC-EBC) - Download Now
Kuvarbai Nu Mameru Yojana Form PDF (SC) - Download Now
કુંવરબાઈનું મામેરૂ યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી (Step-by-Step Application Process)
ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરૂ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે આપે કોઈ પણ સાઇબર કાફેમાં જવાની જરૂર નથી નીચે આપેલા સ્ટેપને અનુસરી ને આપ જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરવા માટે આપ પાસે એક સ્માર્ટફોન અથવા એક કોમ્પ્યુટર/લેપટોપની આવશ્યકતા છે..
➮ સૌથી પહેલા Official Website (esamajkalyan.gujarat.gov.in) ઓપન કરો.
➮ જો તમે નવા યુઝર હોવ તો “New User? Please Register Here” પર ક્લિક કરી ID બનાવો.
➮ તમારું User ID અને Password નાખીને Login કરો.
તમારી પ્રોફાઇલ અપડેટ કરો (જો બાકી હોય તો).
➮ હવે હોમ પેજ પર “Kunwarbai Nu Mameru Yojana” શોધો અને તેના પર ક્લિક કરો.
➮ તમામ વ્યક્તિગત માહિતી અને લગ્નની વિગતો ચોકસાઈથી ભરો.
➮ ઉપર જણાવેલા તમામ Documents Upload કરો (JPG/PDF ફોર્મેટમાં).
➮ છેલ્લે Submit બટન પર ક્લિક કરો અને તમારી અરજીની પ્રિન્ટ કાઢી લો.
કુંવરબાઈનું મામેરૂ યોજનાનું એપ્લિકેશન સ્ટેટસ કેવી રીતે જોવું?
કુંવરબાઈનું મામેરૂ યોજનામાં અરજી કર્યા બાદ તમારી અરજી મંજુર થઈ છે કે નહી તે જોવા માટે નીચેનાં સ્ટેપ અનુસરો..
➮ e-Samaj Kalyan પોર્ટલ પર લોગીન કરો.
➮ “Application Status” વિકલ્પ પર ક્લિક કરો.
➮ તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
➮ ત્યાં તમને દેખાશે કે અરજી Pending, Approved કે Rejected છે.
હેપ્લાઇન નંબર અને માહિતી
કુંવરબાઈ મામેરૂ યોજનામાં અરજી કરતી વખતે કોઈ તકલીફ પડે તો નીચે આપેલા નંબર તેમજ નીચે આપેલા સરનામે સંપર્ક કરવો..
➮ Helpline Number: 1800-233-5500 (સમાજ કલ્યાણ વિભાગ)
➮ નજીકની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા મામલતદાર કચેરી નો સંપર્ક કરી શકો છો.
અગત્યની લિંક (Important Links)
ઓનલાઈન અરજી કરવા માટે (Click Here)
અરજીની ચકાસણી માટે (Click Here)
Self Declaration Form PDF (Download)
વોટ્સએપ ગ્રુપમાં જોડાવો (Click Here)
ટેલિગ્રામ ચેનલમાં જોડાવો (Click Here)
FAQ (Frequently Asked Questions) about Kunwarbai Nu Mameru Yojana
પ્રશ્ન નં-1. કુંવરબાઈનું મામેરું યોજનામાં કેટલી સહાય મળે છે?
જવાબ: તા. 01/04/2021 પછી લગ્ન કરનાર કન્યાને ₹12,000 ની સહાય મળે છે.
પ્રશ્ન નં-2. લગ્ન પછી કેટલા સમય સુધીમાં ફોર્મ ભરી શકાય?
જવાબ: લગ્ન કર્યાના 2 વર્ષની અંદર ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે.
પ્રશ્ન નં-3. શું ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા અલગ છે?
જવાબ: તાજેતરના અપડેટ મુજબ, હવે બંને માટે વાર્ષિક આવક મર્યાદા ₹6,00,000 (6 લાખ) કરવામાં આવી છે.
પ્રશન નં-4. સાત ફેરા સમૂહ લગ્ન યોજનાના લાભાર્થી આ યોજનાનો લાભ લઈ શકે?
જવાબ: હા, જો તમે સમૂહ લગ્નમાં લગ્ન કર્યા હોય અને તમામ શરતો પૂરી કરતા હોવ, તો તમે આ યોજના માટે પણ અરજી કરી શકો છો.
પ્રશ્ન નં-5. અરજી રિજેક્ટ થાય તો શું કરવું?
જવાબ: જો અરજી અધૂરા ડોક્યુમેન્ટના કારણે રિજેક્ટ થઈ હોય, તો પોર્ટલ પર લોગીન કરી, ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરી ફરીથી અરજી સબમિટ કરી શકાય છે.
