Sukanya Samriddhi Yojana 2025: Benifits, Eligibility, Required Documents, How to open Account, Intrest Rate, Latest Updates
બુધવાર, 21 મે, 2025
Edit
ભારત સરકારે છોકરીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરી છે, જેમાં સૌથી લોકપ્રિય યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) છે. આ યોજના 22 જાન્યુઆરી 2015 ના રોજ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. તે બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ યોજના હેઠળ દીકરીના નામે બચત ખાતું ખોલવામાં આવે છે, જેમાં નાની ઉંમરથી જ પૈસાનું રોકાણ કરવાથી ભવિષ્યમાં બાળકોના ઉચ્ચ અભ્યાસ અને લગ્નના ઊંચા ખર્ચ માટે મજબૂત નાણાકીય સહાય મળે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું છોકરીના જન્મના 10 વર્ષની અંદર જ ખોલી શકાય છે. આ ખાતું દરેક પરિવારમાં વધુમાં વધુ બે દીકરીઓ માટે ખોલી શકાય છે. જો કે, ખાસ પરિસ્થિતિઓમાં (જેમ કે બંને દીકરીઓનો પ્રથમ વખત જન્મ), ત્રણ ખાતા પણ માન્ય છે. આ યોજના હેઠળ આપવામાં આવતો વ્યાજ દર સરકાર દ્વારા સમયાંતરે નક્કી કરવામાં આવે છે અને તે કોઈપણ અન્ય સામાન્ય બચત યોજના કરતા વધારે છે. 2024-25 માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર લગભગ 8% છે, જે તેમાં રોકાણને વધુ નફાકારક બનાવે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાની ટુંકમાં વિગતો :-
• યોજનાનું નામ : સુકન્યા સમૃદ્ઘિ યોજના
• યોજનાની શરૂઆત : 22 જાન્યુઆરી 2015
• કોનાં દ્વારા શરૂઆત : ભારત સરકાર (બેટી બચાવ - બેટી પઢાવ, અંતર્ગત..)
• લાભ : દિકરીનાં ઉચ્ચતર અભ્યાસ તેમજ લગ્નનાં ખર્ચ માટે બચત
• કેટલા એકાઉન્ટ ખોલાવી શકાય : એક પરિવાર ડિઠ 2 દિકરીઓ (કેટલાક સંજોગોમાં 3 દિકરીઓ)
• દર વર્ષ જમા કરાવવાની નુન્યતમ રકમ : 250₹
• દર વર્ષ જમા કરાવવાની મહત્તમ રકમ : 1,50,000₹
• વાર્ષિક વ્યાજ દર (અનુસાર વર્ષ 2024-25) : લગભગ 8% ની આસપાસ (આ વ્યાજની ટકાવારી હર એક Quarter માં બદલતી હોય છે)
કોણ-કોણ લાભ મેળવી શકે?
• સુકન્યા સમૃદ્ઘિ યોજના અંતર્ગત ફક્ત મહિલા બાળ (છોકરી) જ ખાતુ ખોલાવી શકશે.
• આ યોજનાં અંતર્ગત જો ખાતુ ખોલાવવું હોય તે બાળકીની ઉંમર 10 વર્ષ કે તેનાથી ઓછી હોવી જોઈએ.
• આ યોજના અંતર્ગત એક પરિવારની ફક્ત બે બાળકીનાં જ ખાતા ખુલા મકશે.
જરૂરી દસ્તાવેજ :-
1) જન્મનો દાખલો
2) માતા/પિતા તથા કાનૂની વાલીનાં આધારકાર્ડ
3) રહેઠાણનું પ્રુફ (Address Proof)
4) પાસપોર્ટ સાઇઝનાં ફોટા
5) પાનકાર્ડ (જો હોઈ તો)
સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં મુખ્ય લાભો
• ઉચ્ચ વ્યાજ દર :- અન્ય બચત યોજનાઓની તુલનાએ સુકન્યા સમૃદ્ધિ યોજના વધુ વ્યાજ આપે છે (2025 માટે અંદાજે 8.2%). આ વ્યાજ દર સરકાર દ્વારા નિર્ધારિત હોય છે અને સલામત રહે છે.
• ટેક્સમાંથી છૂટ (EEE લાભ) :- મૂળ રકમ, વ્યાજ, અને પરિપૂર્ણ રકમ – ત્રણેય આવકવેરા ધારા 80C હેઠળ મુક્ત છે. વર્ષમાં ₹1.5 લાખ સુધી રોકાણ કરવાથી ટેક્સ બચાવ થાય છે.
• છોકરીના ભવિષ્ય માટે નક્કર બચત :- છોકરીના ઉચ્ચ શિક્ષણ, કરિયર અને લગ્ન માટે આર્થિક સહાય મળે છે. 18 વર્ષની ઉંમરે શિક્ષણ માટે રકમ ઉપાડી શકાય છે. 21 વર્ષે સંપૂર્ણ રકમ મળી જાય છે.
• ન્યૂનતમ રોકાણ સાથે શરૂ કરી શકાય છે:- એક વર્ષમાં ફક્ત ₹250થી ખાતું ચાલુ રાખી શકાય છે. મધ્યમ અને નબળી આવકવાળા પરિવાર માટે પણ અનુકૂળ.
• આરંભથી સુરક્ષિત બચત :- કેન્દ્ર સરકાર દ્વારા સમર્થિત યોજના હોવાથી કોઇ જોખમ નથી. પોસ્ટ ઓફિસ અને કેટલીક રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખાતું ખોલી શકાય છે.
• લગ્ન સમયે ઉપયોગી :- દીકરીના લગ્ન વખતે પૂરી રકમ મળવાથી ખર્ચનો મોટો ભાગ સહેલાઈથી પાર થાય છે.
• મોબાઇલ એસએમએસ અને ઓનલાઈન સુવિધાઓ :- કેટલીક બૅંકો દ્વારા ઓનલાઈન પેમેન્ટ અને એસએમએસ એલર્ટ મળે છે. ખાતું નિયમિત રીતે તપાસી શકાય છે.
• ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા :- દિકરીનાં ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ યોજનાં એક શ્રેષ્ઠ વિકલ્પ છે, આ યોજના ચોક્કસ પણે મજબૂત નાણાકીય આધાર પુરો પાડે છે.
ખાતું કેવી રીતે ખોલાવવું :-
• યોગ્ય જગ્યા પસંદ કરો - તમે આ ખાતું તમારા નજીકની પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંક (સરકારી બેંક) માં ખાતું ખોલાવી શકો છો જેમ કે, SBI, BOI, BOB, PNB વગેરે..
• ફોર્મ ભરવું - પોસ્ટ ઓફિસ કે બેંકમાં જઈને સુકન્યા સમુદ્ધિ યોજનાનાં એકાઉન્ટનો ફોર્મ માંગો, તેમાં જરૂરી માહિતી નામ, સરનામું, જન્મ તારીખ જેવી વિગતો ભરી આ ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટની નકલ જોડી ફોર્મ જમા કરાવી દો.
• પ્રારંભિક જમા રાશી - ખાતું ખોલાવતી વખતે તમારે એક રકમ તે ખાતામાં જમા કરાવવી પડશે, 250₹ થી 1,50,000 ની વચ્ચે તમે રકમ ખાતામાં જમા કરાવી શકશો.
• ખાતા પુષ્ટિ અને પાસબુક - ખાતું ખોલાવ્યા બાદ તમને SSY એકાઉન્ટ નંબર અને પાસબુક આપવામાં આવશે. આ પાસબુકમાં ખાતાની તમામ વિગતો આપેલી હશે.
ખાતું ખોલાવતા પહેલા આ માહિતી વાંચીલો..
• આ રકમ દર વર્ષે જમા કરી શકાય છે.
• સુરક્ષિત રીતે રોકાણ કરવા માટે 15 વર્ષ સુધી દર વર્ષે પૈસા જમા કરી શકાય છે.
• 15 વર્ષ પછી, જમા રકમ પર વ્યાજ ચૂકવવાનું ચાલુ રહેશે, પરંતુ ચુકવણીનો સમયગાળો 21 વર્ષ સુધીનો છે.
• 18 વર્ષની ઉંમર પછી બાળકીના શિક્ષણ માટે 50% સુધી રકમ ઉપાડી શકાય છે.
• 21 વર્ષની ઉંમર પછી, ખાતું બંધ કરી શકાય છે.
