Gujarat Krushi University Recruitment 2025: Apply Online for Junior Clerk Posts – Eligibility, Dates & How to Apply
શનિવાર, 19 જુલાઈ, 2025
Edit
ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ જુનિયર ક્લાર્ક ભરતી 2025: આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ સત્તાવાર રીતે જાહેરનામું પ્રકાશિત કર્યું છે. ગુજરાતની અનેક કૃષિ યુનિવર્સિટીઓમાં 227 ખાલી જગ્યાઓની જાહેરાત સાથે, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નિયમો અને શરતો વગેરેની સંપૂર્ણ વિગતો ઉપરોક્ત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ પર 15.07.2025 થી 11.00 કલાકે જોઈ શકાય છે અને ઓનલાઈન અરજી કરી શકાય છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 11.08.2025 (સમય: 23:59 કલાક સુધી) રહેશે. સત્તાવાર વેબસાઇટ www.aau.in, www.jau.in, www.nau.in, www.sdau.edu.in
ભરતી અંગે ટૂંકમાં માહિતી
સંસ્થાનું નામ - ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ
પોસ્ટનું નામ - જુનિયર ક્લાર્ક
ખાલી જગ્યા - 227
અરજી કરવાની છેલ્લી તારીખ - 11 ઓગસ્ટ 2025
અરજીનો પ્રકાર - ઓનલાઈન
શૈક્ષણિક લાયકાત (Education Qualification)
• માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક. (કોઈ પણ ડિગ્રી હોવી જોઈએ)
• બેઝિક કમ્પ્યુટર જ્ઞાન (CCC અથવા સમકક્ષ પ્રમાણપત્ર)
• ગુજરાતી અથવા હિન્દી ભાષામાં નિપુણતા ફરજિયાત છે.
ખાલી જગ્યા અને પોસ્ટનું નામ
વય મર્યાદા (Age Limit)
• ઓછામાં ઓછી - 20 વર્ષ
• વધુમાં વધુ - 35 વર્ષ
અરજી ફી (Application Fee)
• સામાન્ય/General (પુરુષ/સ્ત્રી) : રૂ. ૧૦૦૦ + બેંક ચાર્જ
• અનામત (SC/ST/SEBC/EWS) : રૂ. ૨૫૦ + બેંક ચાર્જ
• PwD: રૂ. ૨૫૦ + બેંક ચાર્જ
• ભૂતપૂર્વ સૈનિકો : મુક્તિ (Exempted)
ભરતીની પસંદગી પ્રકિયા (Selection Process)
• પ્રારંભિક પરિક્ષા (Preliminary Exam)
• મુખ્ય પરિક્ષા (Main Exam)
• દસ્તાવેજ ચકાસણી (Document Verification)
કામનું સ્થાન (Job Location)
1) આણંદ કૃષિ યુનિવર્સિટી
2) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
3) નવસારી કૃષિ યુનિવર્સિટી
4) સરદારકૃષિનગર દાંતિવાડા કૃષિ યુનિવર્સિટી
જરૂરિ દસ્તાવેજ (Required Documents)
01) ફોટો અને સહિ
02) આધાર કાર્ડ
03) તમારી ડિગ્રીની માર્કશીટ
04) જાતીની દાખલો ( EWS, OBC, ST અને SC માટે)
05) આવકનું પ્રમાણ (Income Proof)
06) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
07) EWS સર્ટિફિકેટ (10% Reservation માટે)
08) Non criminal Layer Certificate (ફકત OBC અને SEBC માટે)
09) મોબાઈલ નંબર
10) ઈ-મેઇલ આડ.ડી
પગાર ધોરણ (Salary)
• ફિક્સ્ડ પગાર પ્રથમ 5 વર્ષ માટે દર મહિને ₹ 26,000/-
• 5 વર્ષ પછી પે-મેટ્રિક્સ લેવલ-2 હેઠળ સરકારી નિયમો મુજબ આપવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી? (How to Apply)
• નીચે આપેલી Apply લિંક પર ક્લિક કરી સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
• ત્યારબાદ Apply Online પર ક્લિક કરો.
• તમારી માન્ય ઈમેઈલ અને મોબાઇલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કરો.
• હવે ફોર્મ ખુલશે અને તેમા તમારી તમામ માહિતી ભરો.
• ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
• સબમીટ કરી છેલ્લે ખુલેલા પેજનું પ્રિન્ટ આઉટ કઢાવી લો.
મહત્વપૂર્ણ લિંક (Important Link)
નોંધ: આ લેખમાં આપેલી બધી વિગતો અમે વિવિધ મિડીયા અને સોશિયલ મીડિયા દ્વારા મેળવી છે, અમારો ઉદ્દેશ્ય તમને નવીનતમ માહિતી પૂરી પાડવાનો છે. માહિતીનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેની ચકાસણી કરો.

