બોર્ડની પરીક્ષાનાં ફોર્મ ભરવાનું શરૂ STD 10 & 12 Board Exam Date 2026 | GSEB Board Exam Date 2026
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
ધોરણ-૧૦ ની પરીક્ષા ૨૬ ફેબ્રુઆરીથી ૧૬ માર્ચ સુધી યોજાશે તેમજ ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ ની પરીક્ષા ૨૬ ફેબ્રુઆરીથી ૧૩ માર્ચ સુધી યોજાશે અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૨૬ ફેબ્રુઆરીથી ૧૬ માર્ચ સુધી યોજાશે.
વિદ્યાર્થીઓ ૭ નવેમ્બર ૨૦૨૫ નાં બપોરે ૧૨:૦૦ કલાકથી ૬ ડિસેમ્બર ૨૦૨૫ ની રાત્રે ૧૨:૦૦ કલાક સુધી રેગ્યુલર ફી સાથે બોર્ડની અધિકૃત વેબસાઈટ www.gseb.org પર ફોર્મ ભરી શકે છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષા ૧૦ દિવસ વહેલી શરૂ થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ માં યોજાનારી ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનાં આવેદન પત્રો ભરવાની તારીખો જાહેર કરવામા આવી છે. વિદ્યાર્થીઓ ૭ નવેમ્બર ૨૦૨૫ થી ૬ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. બોર્ડ દ્વારા જણાવાયું છે કે, રેગ્યુલર ફી સાથેનાં ઓનલાઈન આવેદનપત્રો ૭ નવેમ્બર ૨૦૨૫ બપોરે ૧૨ વાગ્યાથી ૬ ડિસેમ્બર રાત્રે ૧૨ વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ પર ભરી શકશે..
દરેક પ્રશ્ન પત્રમાં ૧૫ મિનિટનો સમય વધું ફાળવવામાં આવશે. વિદ્યાર્થીઓને ઉત્તરવહી ઉપર પોતાની વિગતો ભરવા માટે પાંચ મિનિટ અને પ્રશ્ન પત્ર વાંચવા માટે ૧૦ મિનિટ ફાળવવામાં આવશે અને જવાબ લખવા માટે નિયમ અનુસાર ૧ થી ૩ કલાકનો સમય રહેશે. પ્રથમ પરીક્ષાનાં દિવસે વિદ્યાર્થીઓએ ૩૦ મિનિટ પહેલા પહોંચવાનું રહેશે, બાકીનાં દિવસોમાં ૨૦ મિનિટ પહેલા પહોંચવાનું રહેશે.
ગત વર્ષે ૨૭ ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષા શરૂ થઈ હતી. ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થઈ અને ૧૦ માર્ચ સુધી આ પરીક્ષા ચાલી હતી. જ્યારે આ વખતે પરીક્ષા ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થશે અને ૧૬ માર્ચે પૂર્ણ થશે.





