Header Ad

Ahmedabad TRB Recruitment 2025: Apply Online for 650 Traffic Brigade Volunteer Vacancies

Ahmedabad TRB Recruitment 2025: Apply Online for 650 Traffic Brigade Volunteer Vacancies

અમદાવાદ ટ્રાફિક બ્રિગેડમાં આવી ભરતી, અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા 650 જગ્યાઓ પર સેવક તેમજ સેવિકાની પસંદગી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાતમાં 214 મહિલાઓ અને 436 પુરુષ ઉમેદવારોની ભરતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.અરજી કરવા ઈચ્છુક તથા લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવેલ તમામ શરતો ધ્યાનપૂર્વક વાંચી, નિર્ધારિત સ્થળેથી અરજી ફોર્મ મેળવી તેને ભરવાનું રહેશે.
WhatsApp Group Join Now
Telegram Group Join Now
ઉમેદવારોને નિમણૂક મેળવવા માટે શારીરિક કસોટી અને મૌખિક ઇન્ટરવ્યુ પાસ કરવું ફરજિયાત રહેશે. જો શારીરિક પરીક્ષા માટે વધારે સંખ્યામાં ઉમેદવારો હાજર રહેશે તો લેખિત પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવી શકે છે. અરજી માટેનું ફોર્મ ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ રહેશે. ફોર્મ ભર્યા બાદ તેને નિર્ધારિત સ્થળે જમા કરાવવાનું રહેશે. અરજી ફોર્મ 25/08/2025 થી 20/09/2025 દરમિયાન દરરોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.
ઓનલાઈન ફોર્મ પોલીસ વિભાગની અધિકૃત વેબસાઈટ https://cpahmedabad.gujarat.gov.in/ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મમાં જરૂરી માહિતી ભરી, સાથે સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલો જોડીને PRO રૂમ, જુના પોલીસ કમિશ્નર કચેરી, શાહીબાગ, અમદાવાદ ખાતે જાતે હાજર રહી જમા કરાવવું જરૂરી રહેશે.

Ahmedabad Traffic Brigade Recruitment 2025 : ભરતીની ટૂંકી માહિતી

સંસ્થાનું નામ - અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ
પોસ્ટનું નામ - અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક/સેવિકા
કુલ જગ્યા પર ભરતી - 650 (વધઘટને આધારિત)
નોકરીનું સ્થાન - અમદાવાદ
શૈક્ષણિક લાયકાત - 9 ધોરણ પાસ
અરજી ફોર્મ મેળવવાની તારીખ - તા-25-08-2025 થી તા-18-09-2025 સુધી
અરજી ફોર્મ જમા કરાવવાની તારીખ - તા-25-08-2025 થી 20-09-2025 સુધી 11 કલાકથી 18 કલાકની વચ્ચે જમા કરાવવાનું રહેશે.
અરજીનો પ્રકાર - ઓફલાઈન
પગાર ધોરણ - (Read Notification)
સત્તાવાર વેબસાઇટ - https://cpahmedabad.gujarat.gov.in/

અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 ખાલી જગ્યાનું વિતરણ (Ahmedabad Traffic Brigade Recruitment 2025 Vacancy Distribution)

પુરુષ માટે ખાલી જગ્યાઓ - 436
મહિલાઓ માટે ખાલી જગ્યાઓ - 214

અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી : 2025 શૈક્ષણિક લાયકાત (Ahmedabad Traffic Brigade Recruitment 2025 Education Qualification)

અરજદારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 9 કે તેથી વધુ પાસ કરેલ હોવું જોઈએ.

Physical Standards

વય મર્યાદા (18-09-2025 અનુસાર) : Age Limit

ઓછામાં ઓછી - 18 વર્ષ
વધુમાં વધું - 40 વર્ષ

અરજી પ્રક્રિયા (Application Process)

👉🏻 નિયુક્ત કેન્દ્રો પર ઑફલાઇન અરજીઓ સબમિટ કરવાની રહેશે.
👉🏻 ઉમેદવારોએ સૂચનાઓ માટે સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચવી જોઈએ.
👉🏻 વિગતવાર માર્ગદર્શિકા માટે સત્તાવાર વેબસાઇટ cpahmedabad.gujarat.gov.in ની મુલાકાત લો.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

👉🏻 શારીરિક તંદુરસ્તી કસોટી
👉🏻 ઇન્ટરવ્યૂ રાઉન્ડ
👉🏻 પોલીસ વિભાગ દ્વારા પાત્ર ચકાસણી
👉🏻 અંતિમ નિમણૂક એકંદર કામગીરીના આધારે કરવામાં આવશે.

અગત્યની તારીખો (Important Dates)

અરજી શરૂ થવાની તારીખ: 25 ઓગસ્ટ 2025
અરજી કરવાની છેલ્લી તારીખ: 18 સપ્ટેમ્બર 2025

અગત્યની લિંક (Important Links)

નોંધ: આ લેખમાં આપેલી બધી વિગતો અમે વિવિધ મિડીયા અને સોશિયલ મીડિયા દ્વારા મેળવી છે, અમારો ઉદ્દેશ્ય તમને નવીનતમ માહિતી પૂરી પાડવાનો છે. માહિતીનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેની ચકાસણી કરો.
વોટ્સએપ ગ્રુપમાં જોડાવો